સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?
વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક તમારા શિક્ષક પાસે સાંભળ્યું હશે કે "આપણા અક્ષર મોતીના દાણા જેવા હોવા જોઈએ" અને આ બાબત શક્ય છે. થોડી ઈચ્છા શક્તિ, થોડો પ્રયત્ન, થોડી સમજ આ કાર્ય માટે પર્યાપ્ત છે. સંસારમાં જેની પાસે સામાન્ય બુદ્ધિ એટલે કે સાબુ છે તે જરૂરથી સારા અક્ષર કાઢી શકશે. આવો જાણીએ કે આ માટે આપને શું કરી શકીએ.
1. શરૂઆતના થોડાક દિવસો સુધી સારી રીતે કક્કો ઘૂંટવાની પ્રેક્ટિસ કરો. આપણે નાના હતા ત્યારે આ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ત્યારે કંઈક કચાશ રહી ગઈ હતી. આથી આપણે આ પ્રેક્ટિસ ફરીથી કરવી રહી. આશ્વાસનની બાબત તે છે કે હવે તમે વધુ પરિપક્વ છો આથી ધાર્યું પરિણામ જલ્દી મળશે.
2. બીજા સ્ટેપમાં તમારે અક્ષરનો ઢોળાવ (વળાંક) પસંદ કરવો. શું તમે પૂર્વ તરફ ઢલાવ (વળાંક) પસંદ કરો છો ? કે ઉત્તર તરફ. આકૃતિમાં જુઓ.
અગત્યની બાબત એ છે કે તમારે આ ત્રણ વિકલ્પો મિક્સ નથી કરવાના. ઉદાહરણ તરીકે ફોટો જુઓ.
3. તમારા લખાણમાં એવા અક્ષરો શોધો જે જેના માટે હજુ સુધારો કરવાની જરૂર છે જેમ કે ફોટો જુઓ
આ રીતે તમને સુધારવા લાયક પાંચ છ અક્ષરો મળી જશે. જે સુધર્યા બાદ તમારું લખાણ વધુ સારું દેખાશે.
4. નીચે જે વિડીયો પોસ્ટ કર્યો છે તેવી ડિઝાઇન કોરા કાગળ ઉપર બનાવો. જ્યારે તમે આ પ્રકારની ડિઝાઈન વારંવાર બનાવશો તો તમારી પેન ઉપરની પકડ વધુ સારી થશે અને તેથી તમે વધુ સારા અક્ષર કાઢી શકશો.